મોદીનો ખુલાસો
- મોદીએ જણાવ્યું હતું કે, મેં એક સીક્રેટ ઓપરેશનને અંજામ આપ્યો છે.
- આ માટે એક નાની ટીમ બનાવીને નોટ પર કામ શરૂ કર્યું હતું.
- જેના કારણે આ ફેંસલો લાગુ થઈ શક્યો છે.
- 10 મહિનાથી નવી નોટોનું પ્રિન્ટિંગ ચાલતું હતું. જેની જાહેરાત 8 નવેમ્બરે થઈ.
- 30 ડિસેમ્બર સુધી મોકો આપો.
- મેં દેશના લોકો પાસે 50 દિવસનો સમય માંગ્યો છે. 50 દિવસજો તમને લાગે કે મેં કોઈ ભૂલ કરી છે તો મને સજા કરશો તે મને મંજૂર હશે.
- જેમણે રાજનીતિ કરવી હોય તે ભલે કરે, હું દેશમાંથી ભ્રષ્ટાચાર દૂર કરીને રહીશ.
- દેશમાં મોટા મોટા સ્કેમ કરવામાં આવ્યા. આજે લોકોને 4 હજાર રૂપિયા એક્સચેન્જ કરાવવવા માટે લાઈ લગાવી પડી રહી છે.
નોટ બેનના ફેંસલા પર શું કહ્યું
- વડાપ્રધાન મોદીએ કહ્યું કે, બદનામીના કારણે નોટ બેનના ફેંસલા પર કોઈ સવાલ ઉઠાવી રહ્યા નથી.
-હું જાણું છું કે નોટબેન કરીને મેં અનેક લોકો સાથે દુશ્મની કરી લીધી છે.
- કોઈ તમારા 500 રૂપિયામાંથી 1 રૂપિયો પણ ઓછો કરતા નથી.
- દેશની આઝાદીથી લઈને અત્યાર સુધીની બધી કાચી ચિઠ્ઠી ખોલીને રાખી દઈશ.
- જો તમારી પાસે બ્લેકમની છે તો તે કાગળના ટુકડાથી વિશેષ નથી. તેથી વધારે દિમાગ દોડાવશો નહીં.
- આ દેશમાં ઈમાનદાર લોકોની કમી નથી. આવો ઈમાનદારી સાથે કામ કરવામાં મારો સાથ આપો. હું તમને નમન કરું છું.
બીજું શું કહ્યું મોદીએ
- કાલે જાપાનથી આવ્યો અને આજે તમારી વચ્ચે છું.
-રાજકીય અસ્થિરતાના કારણે ગોવાના વિકાસને અસર થઈ છે.
- આ કારણે ગોવાની સાચી ક્ષમતાનો અનુભવ થયો શક્યો નથી.
- પારિકર ગોવામાં રાજકીય સ્થિરતા લાવ્યા.
- થોડા સપ્તાહ અગાઉ ગોવામાં યોજાયેલી બ્રિકસ સમિટની સફળતા માટે અહીંયાની ટીમનો આભાર માનું છું.
- ભારતમાં ઝડપથી વિકાસ કરી રહેલા નાના રાજ્યોમાં ગોવા અગ્રેસર છે.
અટલજીના સપના પૂરા થઈ રહ્યા છે
- દિન દયાળ સ્વાસ્થ્ય યોજનાથી ગોવાના લોકોને લાભ.
- ગોવાના વિકાસ સામે હું નતમસ્તક છું
- ગોવામાં અટલજીના સપના સાકાર થઈ રહ્યા છે. અટલજીના વાયદાને પૂર્ણ કરવાની તક મળી.
- નવા એરપોર્ટથી પર્યટન ઉદ્યોગને વિકાસ થશે. 50 લાખ પ્રવાસીઓ આવશે.
પારિકરે ગોવાનું મહત્વ વધાર્યું
- મનોહર પારિકર આવ્યા બાદ ગોવાનું રાજકીય મહત્વ વધ્યું.
- મોદીએ પારિકરને રત્ન ગણાવી કહ્યું કે તેમના કારણે જ OROP લાગુ થઈ શકી છે.
- પારિકર ગોવાને નવી ઊંચાઈ પર લઈ ગયા.
- પારિકરે ગોવામાં ગરીબો માટે કામ કર્યું.
- ગોવાને નવી ઊંચાઈ પર લઈ જવાનું મારું લક્ષ્ય છે.
- આજે રાત્રે દિલ્હીમાં બેઠક કરીશ.
- ગોવાના લોકોએ સ્થિર સરકારની કિંમત સમજી.
સરકાર પર ભ્રષ્ટાચાર ખતમ કરવાની જવાબદારી
- પીએમ મોદીએ જણાવ્યું હતું કે, દેશને સરકારથી અપેક્ષા છે.
- મેં દેશને ક્યારેય અંધારામાં રાખ્યો નથી.
- સરકાર પર ભ્રષ્ટાચાર ખતમ કરવાની જવાબદારી છે.
- નોટબંધીના ફેંસલાથી પડનારી તકલીફને બધાને ખબર હતી.
- અગાઉની સરકાર ફેંસલા ટાળી રહી હતી.
જ્વેલરી પર એક્સાઈઝ ડ્યુટી મુદ્દે શું કહ્યું
- આ મુદ્દે તેમણે કહ્યું કે જ્યારે અમે જ્વેલરી પર એક્સાઈઝ ડ્યુટી લગાવી ત્યારે મને ડરાવવામાં આવ્યો. મારો વિરોધ થયો છતાં હું અડગ રહ્યો.
- અનેક નેતાઓએ મને ચિઠ્ટી લખીને કહ્યું કે મોદીજી આવો નિર્ણય ન લો.
- અમે નિયમ બનાવ્યો કે 2 લાખ રૂપિયાથી વધારેની જ્વેલરી ખરીદવા પર પાન નંબર આપવો જરૂરી છે.
-આજે આ નિર્ણયની તમે અસર જોઈ શકો છો.
10,000લોકોને આમંત્રણ અપાયું
- વડાપ્રધાન મોદીના કાર્યક્રમ માટે 10,000 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
-ગોવાના ચીફ મિનિસ્ટર લક્ષ્મી પારસેકરે કહ્યું હતું કે વડાપ્રધાન ચૂંટણી સંબંધિત કેટલીક જાહેરાત કરી શકે છે.